#અર્થ
એકાએક તરસ્યા નો અર્થ ફરી ગયો,
બરફ થતા કેમ જાણે હું પીગળી ગયો.
એકાએક આવ્યું વીતેલા ક્ષણનું ધણ,
સમી સાંજ માં કેમ જાણે હું તૂટી ગયો.
એકાએક તોફાની આભલું વર્ષી પડ્યું,
ભીતરની આગે કેમ જાણે હું હોમાઈ ગયો.
એકાએક મૌન હૈયે ઊંડા ઘા મારતું રહયું,
વેદનાં જીલી કેમ જાણે હું હસતો ગયો.
એકાએક ભૂતકાળ નું રહસ્ય ખુલ્લું જડ્યું,
પ્રેમ માં કેમ જાણે હું શ્વાસ ચૂકી ગયો.