અર્થો અનર્થો ટોળે મળે
સામે મીટ માંડી બેઠા જડે
ગાંડીવ કાંઇ એમજ થોડું
હાથેથી આમ હેઠા પડે?
સ્વાર્થ મોહે અંધારૂ કિધું
પગ કાંઇ એમ પાછા પડે?
બહાના કૈંક આવી ચડે
હૈયે ફાળ એમ થોડી પડે?
નકારો જ જ્યાં ભારે પડે
પરસેવા કૈં એમ થોડા વળે?
કોઈકે તો હવે દોરવા પડે
દ્વિધા કાંઈ એમ જ મળે?
મૂળે જ વાત વાઢવી પડે
મોહ પડળ એમ થોડા ખડે?
સારે નરશે જો ભેદ મળે
ધર્મે હાથ એમ થોડા વળે?
જ્ઞાનની ધાર કાઢવી પડે
કર્મે શંશય એમ થોડી ટળે?
નર જો શરણું સાચું મળે
વિરાટે જીવ એમ થોડો મળે?
બધુય વાત સમજવી પડે
નિશ્ચિત મત એમ થોડો મળે?
હજુય દેવાંગ ક્યાં ખબર પડે?
શ્રધ્ધા વીના અર્થ થોડા મળે ?
--દેવાંગ દવે
#અર્થ