:::::::::::::::::::::: અર્થહીન દુનિયા :::::::::::::::::
મારાં પોતાનામાં કંઇક ખામી અહીં!
એટલે તો ચાહકોની કમી છે અહીં!
તાળીમિત્રો ઘણાંય આવે છે અહીં,
મન બહેલાવી છોડી જાય છે અહીં.
રૂપ ને ઓળખાણની ભાવના અહીં,
બળતરાની ક્યાં કોઈ કમી છે અહીં.
મહેનત ક્યારેક એળે જાય છે અહીં,
ગુણવત્તાની વાહવાહી ન થાય અહીં.
આત્મશ્લાઘા બનીને લોકો ફરે અહીં,
આત્મવંચના કરે તે જાત સાથે અહીં.
દુનિયા છે વિનિમય પદ્ધતિની અહીં!
મેળવ્યા બાદ સામે થોડું આપે અહીં!
અરે.....અર્થહીન દુનિયા!
કલ્પવૃક્ષ અને કામધેનુ નથી હું અહીં,
સ્વૈરવિહારી ને વડવાનલ છું હું અહીં
અનિર્વચનીય બની જાઉં છું હું અહીં,
જ્યારે છિદ્રાન્વેષીપણું જોવું છું અહીં.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
લી:- રુદ્ર રાજ સિંહ
તા:- ૨૬/૦૫/૨૦૨૦
સમય:- ૧.૧૪
શબ્દ:- #અર્થ
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
અધરા શબ્દોની સમજૂતી:-
~~~~~~~~~~~~~
તાળીમિત્રો = સંકટ સમયે દૂર રહેનાર મિત્રો.
આત્મશ્લાઘા = પોતાના વખાણ જાતે જ કરવા.
આત્મવંચના = પોતાની જાતની જ છેતરપિંડી.
કલ્પવૃક્ષ = ઈચ્છા અનુસાર સઘળું આપનાર વૃક્ષ.
કામધેનુ = ઈચ્છા અનુસાર સઘળું આપનાર ગાય.
સ્વૈરવિહારી = મરજી મુજબ ફરવું તે.
વડવાનલ = સમુદ્રમાં રહેલો અગ્નિ.
અનિર્વચનીય = શબ્દ દ્વારા જે વ્યક્ત ના થઈ શકે તે.
છિદ્રાન્વેષીપણું = અન્યનાં દોષ શોધવાનું વલણ.