જીંદગી જીવતા મારે શીખવું છે.
જીંદગી જીવવાનું બહું ઓછા લોકો જાણે છે
પણ મારે શીખવું છે
સપનાઓને હકીકતમાં મારે બદલવું છે
બહું ઓછા લોકો જાણે છે
પણ મારે તો શીખવું છે
હસતા તો બધાને આવડે પણ
મારે હસાવવાની કલા શીખવી છે
હસતા હસતા આંખોથી નીકળેલા
આસુંને સજાવતા પણ શીખવું છે
જીંદગી ને બસ આમ જ જીવી રહી છું પણ
આજ નવા અંદાજમાં જીવતાં શીખવું છે
શીખડાવા વાળાઓ ની આ દુનિયામાં કમીઓ નથી
થોડું જ્ઞાન બધા આપીને જાય છે
પોતે પોતાની જીંદગીમાં કંઈ સારું ના કયુઁ હોય
પણ મને રસ્તો બતાવતા હોય છે
કેવી રીતે કરું એનાં પર ભરોસો,
ભરોસો કરવામાં ગભરામણ થાય છે
પણ શું કરું મારે તો શીખવું છે.
નાના -મોટા બધા પાસેથી મારે કંઈક સારું શીખવું છે
કોઈ પ્રેમથી શીખવી જાય છે તો કોઈ
સરખામણી કરી શીખવી જાય છે
પણ શું કરું મારે તો શીખવું છે.
જીંદગી જીવતા મારે શીખવું છે.
#શીખો