માઇક્રોફિક્શન સ્ટોરી
પ્રેમની કબુલાત
પ્રેમની કબુલાતબનામ સાથે જ ઘણી અંતરમાં ઊર્મિઓ જાગી ઉઠે.

પણ ક્યારેય એ વિચાર્યું કે કોઈ માટે કબુલાત ન કરવું પણ ઘાતક પુરવાર થાય છે..
એના માટે રોહિત નો પ્રેમ હવે જંજાળ બની ગયો હતો
એના ફક્ત દોસ્ત રહેવા માંગતી હતી અને રોહિતને પ્રેમમાં જ રહેવું હતું..ઘણુંય સમજાવવા છતાં રોહિત ના સમજયો.
આખરે એના એ રોહિત સાથે દોસ્તી પણ તોડી નાખી અને કોલલિસ્ટ માંથી નંબર બ્લોકલિસ્ટ માં નાખી દીધો..
રોહિત આ આઘાત સહન ન કરી શક્યો અને એણે એના ના ઘેર જઈને એક કુકર્મ કર્યું.. એના ના ચહેરા પર એસિડ ફેંક્યું
શુ મળ્યું તને કહેતો જરા કોઈ નો પ્રેમાળ ચહેરો બગાડીને
પ્રેમતો હજુ પણ ન થયો એને નફરત આખી દુનિયાની મળી તને..