તો કોરોના ક્યાંયનો નહીં રહે
હોય કોઈ પણ સમસ્યા,પડકાર કે મહામારી
એ બધાંનો સામનો કરતા, એમાંથી બહાર આવતાં ને બમણા જોશ થી ઉભા થતાં આપણને આવડે છે
કેમકે, આપણી સંસ્કૃતિ અને આપણી એકતા ની તાકાત આપણા બાવળે છે.
આપણે અનેક વાર જોયું છેકે
ભલે બોલવાનોય સબંધ નાં હોય ભાઈ-ભાઈ,અડોશ-પડોશ,સગ઼ા-સબંધી કે અમીર-ગરીબ વચ્ચે છતાં
સંકટ મા સાથે રહેવાની કળા આપણને આવડે છે
કેમકે......
આમતો નીજી ઝગડા, વેર-ઝેર અને વાદ-વિવાદ સાથે-સાથે દેખા-દેખી પણ રોજ આપણને નડે છે
પણ
સમય આવે આ બધુ ભૂલી એક બીજાને સહારો આપતાં પણ આપણને આવડે છે
કેમકે.....
હોય હવામાં ઉડતા માલેતુજાર વ્યક્તિ, કે હાડમારી મા બે છેડા ભેગા કરવા ઝઝુમતા લાચાર માણસ
વિષમ પરીસ્થિતી મા એક બીજાનો હાથ ઝાલતાય આપણને આવડે છે
કેમકે......
તારા પ્રશ્નો તુ જો, ને હુ મારા પ્રશ્નો જોઇ લઈશ
તુ તારું કર, ને હુ મારુ કરી લઈશ આવું કહેતાં આપણે હવે નથી પડતાં એક બીજાની પંચાતમા
પણ જ્યારે હુ અને તુ મટી આપણો પ્રશ્ર્ન આવ્યો છે
ત્યારે સૌ ભેગા મળી રસ્તો કાઢતાય આપણને આવડે છે
હુ આ નાત નો, ને તુ આ નાત નો
હુ આ ગામ નો, ને તુ પેલાં ગામ નો
આવુંય આપણે કરી લઇએ છે
" પણ ભાઈ મુસીબત "
સમય આવ્યે આ બધુ ભૂલી એક સાચા ગુજરાતી થતા એક સાચા ભારતીય થતાય આપણને આવડે છે
કેમકે....
અને મિત્રો આજે, આજે જુદા રહેવાની, અત્યંત જરૂરી કામ ના હોય ત્યાં સુધી પોતપોતાના ઘરમાંજ રહેવાની, તંત્રએ બનાવેલાં સાવચેતીનાં દરેક નિયમો પાડવાની અને આ રોગ જડમૂળમાંથી નાં જાય ત્યાં સુધી અકશરસ તે નિયમોનું પાલન કરવાની એક જુદા જ પ્રકારની એકતા આપણે બતાવવાની છે.અને આ એકતા પણ આપણે જરૂરથી બતાવી, જેમ અત્યાર સુધી સૌએ ગમે તેવા આપત્તિ કાળમાં આપણી એકતા જોઇ છે તેમ આપણી આ એકતા પણ પુરી દુનિયા જોશે.
- શૈલેષ જોષી
સોશિયલ ડિસ્ટંસ