પ્રેમનો દેવતા કહી પ્રેમને લહેરાવશો નહીં.
રૂકમણી, રાધા બેઉ સાથે ભાગ્યને અજમાવશો નહિ.
ખુશી જ જોશે એવું નથી, ગમ પણ ચાલશે,
આજે શબ્દોની ભાષાથી લલચાવશો નહિ.
ઝંખનાના પ્રેમની તો ઓળખ છે આગવી,
એના ત્યાગ ને સમર્પણને તોલે તમે આવશો નહિ.
એકલતા વેઠી છે અનહદ અમે જીવનમાં,
એને આમ તડપાવી સપનાને તોડશો નહિ.
પહેરાવ્યા છે સમાજે વિધવાને સફેદ લિબાસ,
તમે નકલી રંગોનો શણગાર હવે સજાવશો નહિ.
મેં તો બહુ કરી પ્રતીક્ષા તારા આગમનની,
હું જાણતી હતી કે, તમે મારા થઈ આવશો નહિ.
ઝંખના...