#રાખવું
મારે ક્યાં રાખવો છે મનમાં તને પણ
તું ક્યાંય રખાય એવો પણ ક્યાં છો...
રાખ્યો મેં તને હૃદય ના ઊંડાણ માં
પણ તું ક્યાં ભુલ્યો ભુલાય છે...
પાડ્યો પડદો મારા મન મસ્તક પર
પણ તું વારંવાર ડોકાય જ કરે છે...
અંતે રાખ્યો મારા હૃદયકમળ માં
પણ તું રહ્યો મારા શ્વાસે શ્વાસમાં...
તું નથી માત્ર રાધા નો કે નથી માત્ર મીરાં નો
તને રાખ્યો સૌએ પોત પોતાની કલ્પનામાં...