મારી આંખો તને શોધી રહી છે ગોકુળની ગલીઓમાં કાના આ..આ,તારા આવવાની એક આશ છે,ને તું ક્યારેય નહીં આવવાનો એનોય વિશ્વાસ છે,તોય તને મળવાની ને મનભરી નીરખવાની આરજુ છે કાના!તારી યાદોને હૈયામાં રાખી ક્યાં સુધી જીવવું!મારા
સપનાંને સાથે લઈને,મારા અસ્તિત્વ ને ટકાવવા ઝઝૂમતી હું તારે આશરે છું એય ભૂલી ગયો કાના!
કદંબની ડાળો માં મારી આંખો તને શોધતી રહી,
તારી વાંસળી ના સૂરમાં ખોવાતી હું સૂર સાંભળતા પાગલ બની દોડું હું,નથી તું ગોકુળની ગલીઓમાં કે કુંજ કેરા વનમાં,માધવ ક્યાંય નથી મધુવનમાં, આવી તો કોઈ પ્રીત રાખતું હશે કાના!
મારે તો રાખવી હતી ભવોભવની પ્રીત ને,બનવું હતું જીવનભરના સંગાથી!