આ રાતોના ઉજાગરા જઇ આંખોના પોપચે બેઠા,
આ યાદોના સંભારણા જઇ એ ઘરના ટોડલે બેઠા !
નથી કમજોર પ્રીતની સંવેદના જઇ એને પૂછો કોઈ,
આ સંબંધના બંધનો હીંચકી બની એના ગળે બેઠા
આ કોયલના મધુર ગીતો જેવી યાદો છે તારી,
લાગે કે દિલના ખૂણે કોઈ હઠ યોગી છે બેઠા
નીકળે પ્રેમની વાતો શેરીએ જઈ એને પૂછો કોઈ,
આજે પણ એમાં લોકો અમારી ચર્ચાએ બેઠા
આ જગથી નિરાલી છે અમારા પ્રણયની કહાની
સ્નેહના શબ્દો થકી ફરી તેને યાદ કરી અમે બેઠા
નથી ઓછી વીરહ વેદના એમની એને પૂછો કોઈ
એટલે જ હર યાદે હીંચકી બની એના ગળે બેઠા
- પીયૂષ કુંડલીયા