#પતંગ
પતંગ
પતંગ કેરી દોર બની ઉડવું છે,
તારા સંગ મારે વિહરવું છે.
કન્ના જેમ તારી સાથે બંધાવું છે,
ઉડીને આકાશ ને આંબવું છે.
ગુંચ જેમ તારામાં લપેટાવું છે,
માંજા ને તારા હાથે છૂટવું છે.
રાતને રોશની થી ઝળહળવું છે,
ફાનસ કેરા દીવા કરી સજાવવું છે.
ચાંદ તારા જેમ જબકવું છે,
'ગીરીશ' ને તારાથી સજવું છે.
✍ ગીરીશ મકવાણા