# my storyતારા અધિન છે આ દુનિયા મારી,
જીવવા માટે ય હજી શ્વાસ લેવા પડે છે,
તને ખબર છે તું છે શ્વાસ મારો,
તને ખબર છે તું છે જીવન મારું....
છે આજકાલની વાતો સ્વાર્થની બધી,
ભુલી ને દર્દ, મુખ પર હાસ્ય લેવા પડે છે....
તને ખબર છે તું છે વાતો મારી,
તને ખબર છે તું છે, હાસ્ય મારું...
જીવનની આ અધૂરી રાતમાં મારી,
નથી તું રાધા તો પણ તારાં પારખા કરી લેવા પડે છે,
તને ખબર છે તું છે નિંદ મારી ,
તને ખબર છે તું છે સ્વપ્ન મારું....
મુશ્કેલીની નિંદમાં કરી છે તે નાવ પાર મારી,
થાય એવું કે તારા પ્રતિબિંબના પારખા લેવા પડે છે.
તને ખબર છે તું છે કિસ્મત મારી ,
તને ખબર છે તું છે અજવાળું મારું...
ગાલિફ,
પી લવ તારી આંખોના અશ્રુ આંખોમાં મારી,
તારા હાસ્યને કાજ ઘણા દર્દ લેવા પડે છે,
તને ખબર છે તું છે રોશની મારી,
તને ખબર છે તું છે પારસમણિ મારું....