મારે ચાર દીવાલોની બહાર તને મળવું છે.
તું પૂછીશ શા માટે?
તો કારણ ની મને જાણ નથી
ને બહાના બનાવવા મને મંજૂર નથી.
તું પૂછીશ ક્યાં?
તો એવા કોઈ સ્થળની મને જાણ નથી ને
ભીડ માં મળવું મને પસંદ નથી.
તું પૂછીશ ક્યારે?
તો સમય પર મારું આધિપત્ય નથી ને
ઘડિયાળમાં થોભી જવું મને ગમતું નથી.
છતાંય.... મારે તને મળવું તો છે જ.
અકારણ, એકાંતમાં અને આ ક્ષણે.
હે ઈશ્વર..
તું મને મળીશ???
praful