નથી શમતા આ વિચારો ના વંટોળ
નથી અટકતા આ વિચારો ના વંટોળ
પણ તારા આગમન થી વિખરાઈ જાય છે આ વિચારો ના વંટોળ...
નથી ગમતા આ વિચારો ના વંટોળ
નથી ચહેકતા આ વિચારો ના વંટોળ
પણ તારા મહેકવા થી વીંટળાઈ જાય છે આ વિચારો ના વંટોળ...
નથી લટકવું આ વિચારો ના વંટોળમાં
નથી ભટકવું આ વિચારો ના વંટોળમાં
પણ તારા આલિંગન થી ભુલાય જાય છે આ વિચારો ના વંટોળ...