એ મળે તો આપણે ત્હેવાર છો,
ના મળે તો, સામટાં બેકાર છો.
આવશે ના આપને એ દ્વાર છો,
કેમ વાટે એમની ભેંકાર છો?
મેળવ્યું તેં સુખનાં બદલે દુઃખ જો,
સાવ ચોખ્ખો આપણો વ્હેવાર છો!
ઘાત છે કે પ્યારને નામે વિરહ,
લાગણીની વાત એમ મજેદાર છો.
અક્ષ છે ના અંત આવે આપણો,
આવશે શાયદ જનાજે પાર છો.