કોરોના મહામારી વચ્ચે વધુ એક આફત સુર્યનુ લૉકડાઉન શરૂ થતા ધરતી પર તબાહીની આશંકા
સમગ્ર દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે મોટાભાગના દેશોમાં હાવ લોકડાઉન ચાલી રહયુ છે. લોકડાઉનના કારણે ફક્ત પર્યાવરણને જ ફાયદો નથી થયો પણ ગ્લોબલ વોર્મિગ જેવા જવાબદાર ગેસોનું ઉત્સર્જન પણ ઘટ્યુ છે. આ તમામ વચ્ચે સૂરજના લોકડાઉનમાં જવાના કારણે અંતરિક્ષ વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ છે. સૂરજ જો લોકડાઉનમાં ચાલ્યો જાય તો શું થાય ધરતી પર ભીષણ ઠંડી, દુષ્કાળ, ભૂકંપ જેવી કુદરતી આફતો તૂટી પડે.
વૈજ્ઞાનિકોએ આપ્યું સોલાર મિનિમમ નામ
અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ સૂર્યની સપાટી પર થનારી ઘટનાઓમાં અપ્રત્યક્ષ રીતે ઘટાડો નોંધ્યો છે. વૈજ્ઞાનિક ભાષામાં આને સોલર મિનિમમ નામ આપવામાં આવ્યુ છે. આ સિવાય સૂર્ય મેગ્નેટિક ફીલ્ડમાં પહેલા કરતા નબળો પડ્યો છે. આના કારણે સૂર્યની સપાટી પર સનસ્પોટ બિલકુલ ગાયબ થવાની આશંકા સેવાઇ રહી છે.
ધરતી પર થશે વિપરીત અસર
માનવામાં આવી રહ્યુ છે કે સોલર મિનિમમની અસર ધરતી પર જોવા મળશે. વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે આનાથી ધરતી પર ઋતુઓ પર ગંભીર અસર પડશે. સૂરજના કીરણોમાં ઘટાડો થવાથી આ રીતનું પરિવર્તન જોવા મળશે. આ વખતે વધુ પ્રભાવી થશે સોલાર મિનિમમ.
સૂર્યની સપાટી પર એક્ટિવિટી ઓછી થઈ. સોલાર સિસ્ટમમાં વધારે કૉસ્મિક રે આવશે. કૉસ્મિક રે એસ્ટ્રોનૉટ્સના સ્વાસ્થ્ય માટે ખતરનાક. પૃથ્વીના વાતાવરણને પણ પ્રભાવિત કરશે. ઈલેક્ટ્રો કેમિસ્ટ્રી પ્રભાવિત થતા વિજળીઓ ચમકશે.
અગાઉ ડાલ્ટન મિનિમમથી આવી હતી તબાહી
નાસાના વૈજ્ઞાનિકો અનુસાર ડાલ્ટન મિનિમમ જેવી ઘટના ફરીથી થઈ શકે છે. આ પહેલા 1790થી 1830 વચ્ચે બની હતી આવી ઘટના. ડાલ્ટન મિનિમમથી ખૂબ જ ઠંડી પડી હતી. દુકાળ,જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ બની હતી. ભયંકર ઠંડીના કારણે યૂરોપમાં નદીઓ સુકાઈ ગઈ હતી. ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. 1816માં જુલાઈમાં યૂરોપમાં ભયંકર બરફ પડ્યો હતો.
આ વખતે વધારે અસર કરશે સોલર મિનિમમ
વૈજ્ઞાનિકો માને છે કે આ વખતે સોલર મિનિમમ અપેક્ષા કરતા વધારે પ્રભાવકારી હશે. સોલર સ્પોટ વધવાથી સૂરજ મેગ્નેટિક ફીલ્ડ કમજોર પડશે. જેનાથી કાસ્મિક રેન્જમાં વધારો થશે. કાસ્મિક રેન્જ અંતરિક્ષમાં રહેલ વાયુમંડળ માટે ખતરનાક સાબીત થશે.