મેં જોઈ છે ગરીબીને રસ્તાઓ થકાવતા,
મિલો દૂર ચાલ્યા, વ્યથાઓ ને હસાવતા.
લાગ્યો છું કમજોર હું ખુદમાં ઘણો ખરો,
નહિ તો ન ચાલવા દેત પગને છોલાવતા.
વ્યર્થ લાગી મને હવે જિંદગી જે છે મળી,
એક માઁ ને જોઈ ભૂખ્યા બાળને સુવાડતાં.
કઠોર કેમ હોઈ શકે આ માનવજાત અહીં,
જે દાખવીય પણ ન શકી થોડીકૈં ઉદારતા.
જોયા છે ડઠ્ઠર અહીં નેતાઓ ઘણા ખરા,
જેણે મુક્યા છે મજબૂરને, રસ્તે રઝળતા.
છે આવી કસોટી તારી ખરી અહીં, હે ઇશ !
હોય હયાત તો આગળ ન વાતને વધારતા.
©પીયૂષ કુંડલીયા