એક ગામ જેમા એક અપરાધી ખુન ચોરી લુટ કેટલાય ગુના મા પોલીસે કેટલીય વાર પકડેલ , કોર્ટમાં તે વારંવાર સાક્ષી સાહેદો ને ફોડી પૈસા ખવડાવી કે સકના હીસાબે છુટીજ જતો, જજ સાહેબને ખબર કે આ ગુનેગાર છે પણ સાક્ષી અને પુરાવાના અભાવે તે છુટી જતો..
એક રોજ વહેલી સવારે નીત્યક્રમ મુજબ જજ સાહેબ મોરનીંગ વોક માટે તળાવ ના કીનારે ગયેલ , ત્યા ગામનો અતી શ્રીમંત ત્યા રોજ મોરનીંગ વોક માટે ત્યા રોજ મુજબ આવેલ , આ શ્રીમંત ને ખંડણી માગવા બેત્રણ અસામાજીક તત્વ લોકો આવેલ , અને તેની પાસે ખંડણી ની માગણી કરી ધમકાવતા હતા અને આ શ્રીમંતે તેને ના પાડતા શ્રીમંતના પેટમાં બે ત્રણ છરીના ધા મારી તે શખ્જો જતા રહેલ , એવા મા પેલો રોજ છુટી જતો અપરાધી ત્યા આવે છે અને શ્રીમંત ને આ હાલત મા જોઈ તેને બચાવવા તેના પેટમાથી છરી નીકાળવાનો પ્રયત્ન કરે છે પણ શ્રીમંત તે સમયે પ્રાણ છોડી દેછે , અને આજ સમયે પોલીસ ત્યા આવે છે અને પરીસ્થીતી દેખી પેલા અપલાધીને ગુનેગાર માની ખુનના આરોપમા પકડી જાય છે, હકીકતમા આ અપરાધ તેણે કર્યા નથી બીજા લોકોએ કર્યો છે પણ આ ફસાઈજાય છે. આ બધી પ્રક્રીયા બનાવ તળાવ ની બીજી તરફથી જજ સાહેબ દેખે છે પણ દુર હોય છે..
બપોર પછી આરોપી ને પકડીને જજ સાહેબ આગળ રજું કરે છે આ ખુનના ગુનામા, આરોપી પાસે કોઈ ગવાહ નથી જયારે પોલીસે તેને રંગે હાથે પકડેલ હોય છે...પરંતું જજ સાહેબે આ ધટનાક્રમ પોતાની નજરે જોયેલ હોય છે પણ જજ સાહેબ પોતે ગવાહી આપી શક્તા નથી, પેલો આરોપી " હું નીર્દોષ છું તેવી ખુબ દલીલો કરે પણ ગવાહના અભાવે ફસાઈ જાય છે..જામીન નથી મળતા અંડર ટ્રાયલ આરોપી તરીકે કેસ ચાલે છે અને છેવટે જે ગુનો તેણે નથી કર્યો તે ખુનના ગુનામા કસુર વાર ઢેરી તે સજા પામે છે અને ઉમર કેદ દાય છે..
ભાવાર્થ એજ કે રોજે રોજ ના ગુનામા આમતેમ પ્રકારે છુટી જનાર ગુનેહગાર ને ભગવાને બીજી રીતે એવી સજા આપી કે તે જીવતે જીવ અફસોસ કરી મરી ગયો અને ઉમર કેદની સજા પામ્યો..
આ છે કુદરતનો ન્યાય...
#ન્યાય