નીજ ભાવનાત્મક રૂપ છે, શબ્દ માં,
અશબ્દ અનુભૂતિ,. કળવી શબ્દ માં;
પ્રવાહ છે પ્રકાશ ભીતર ,પશયંતિ નો,
બને માનસપટે મધ્યમા , એ શબ્દ માં!
મંત્ર સ્વરૂપ માનસી સૃષ્ટિ, અવતરિત ,
વાક્ દ્વારે વીખરાય વૈખરીએ, શબ્દમાં;
તત્વોનું ભળવું ને,મળવું અક્ષરદેહ રૂપે,
ભાવનાત્મક લાગણીઓ વહે, શબ્દમાં;
આનંદ નિર્મળ છે, શબ્દાતીત અનુભૂતિ,
નીજ આત્મચેતના દ્વેત બોધ, શબ્દમાં;