હતું નીંભર મન! એ જરા બોલ્યું કે આત્મનિર્ભર થઈ,
પરીઘમાં કેદ મન બહાર સરક્યું કે આત્મનિર્ભર થઈ!
મન અટવાતું રહેતું'તું અંધારિયા ઓરડાના ઉંબર લગ,
જરાક અંદર અજવાળું પાથર્યું કે આત્મનિર્ભર થઈ!
હજી તો ઉંબરો ઓળંગી પગ મેલ્યો બહાર ઓસરીએ,
લહેરખીએ આવી મન મારું ખોલ્યું કે આત્મનિર્ભર થઈ!
હરખથી હરખાતું દેખાયું હિલોળા લેતું ફળિયું! મને ને-
હવાની પેઠે મેં આમતેમ હર્યું ફર્યું કે આત્મનિર્ભર થઈ!
બસ, ત્યારથી આતમનો અવાજ કહે એમ જ કરું છું!
જોયું ને? કશુંક છલોછલ છલક્યું કે આત્મનિર્ભર થઈ!
~Damyanti Ashani ....✍️