કત્લેઆમ છે, શબ્દવેધી બાણો થકી,
છતા મરહમી, અંદાજ છે નૈનો થકી;
હોંશ હોય છે ક્યાં, હરેક પળ નશામાં,
કેફિયત છે એની, હોનહાર નૈનો થકી;
ગજબનું તોફાની , લહેરાતું વાવાઝોડું,
વીજળી સમય ત્રાટક્યું છે , નૈના થકી;
સમય ના બંધનો, તોડી નાખ્યાં સઘળા,
કાળા કાજળનું કામણ કીધું, નૈના થકી,
આનંદ સ્વરૂપ છે હકીકતમાં, નૂરાની એ,
નજરો નજરમાં છે ,અનુભૂતિ નૈના થકી;