તારી ખામોશ નિગાહ થી, તું લખી દેને,
દિલની ધડકનો માં ધડકન, તું લખી દેને;
શૂન્યતા માં સરી પડી સ્મૃતિ જાણે કેમ ?,
સ્મરણની લહેરખીઓ માં ,તું લખી દેને,
ખીલી ઉઠે પંકજ ,મધુમયી વહેતી હવામાં,
સ્પર્શતા જલ ભાવ બિંદુઓ ,તું લખી દેને,
વીતી જશે વાસંતી વાયરો, ગુંજતા ગીતો,
ઝાકળ ભીની એક મુલાકાત, તું લખી દેને,
આનંદ મસ્તરામ છે, હકીકી મિજાજ માં ય,
નિગાહે નૂર રૂહાની દ્રષ્ટિપાત , તું લખી લેને,