કદી કદી કઠપૂતળી ની, જેમ નાચવું પડે છે ,
જ્યા ખુદનો અહેસાસ , ચુરે ચુરા થાય છે;
મનની દ્વિધામાં, ગુલામી આચરી જાણે કેમ?
ત્યાં અસ્તિત્વનો આભાસ ચુરે ચુરા થાય છે;
તોલમાપ સઘળો ભેદ દ્રષ્ટિ માં, ભરપૂર ભર્યો,
અમૂલ્ય સંબંધો ના ખાસ, ચુરે ચુરા થાય છે;
ખુટી જાય છે સ્નેહ સરવાણી, ઝરણું પ્રેમ તણું,
સ્વાર્થમાં સ્નેહ તણા,વિશ્વાસ,ચુરે ચુરા થાય છે;
સુખદુઃખના ઝૂલણાં, ઝૂલ્યા કરીએ અજ્ઞાન માં,
ત્યા આનંદ સ્વરૂપ ચિદાકાશ ચુરે ચુરા થાય છે;