અદબ થી પેશગી છે મારા શબ્દો ની જરાક,
ભીતર નીતરતા , પ્રેમ ના સ્પંદનો ની જરાક;
લોહી તરસ્યા નથી,નિસાસા દ્વેષભાવ ના,
અમૃત મય વર્ષા છે, સ્નેહ સ્પંદનો ની જરાક;
રખેને મારો શબ્દો સ્પર્શી જાય , મૈત્રી ભાવના,
અસ્તિત્વ નિર્મળતા, ભાવ સ્પંદનો ની જરાક;
દિવ્ય ભાસ્કર સમી,પ્રકાશિત સત્ય સત્સંગ માં,
ચૈતન્ય મય રસધાર , ચૈતન્ય સ્પંદનો ની જરાક;
આનંદ મુર્તિ સહજ ,નિર્લેપભાવે અનાસક્તિ માં,
દ્રવી ભૂત આંતરિક સૌંદર્ય , સ્પંદનો ની જરાક;