મળ્યા ને ભળ્યા છે, ગજબ દુનિયામાં,
દરેકના વિચારો જ,ખરેખર તો જૂદા છે;
વીતી જશે વ્હાણુ, સમયની નાવડી માં,
સમયના કામ સદાય ,સમયસર જૂદા છે;
હું ને તું જોડાયા, સંબંધો સજી મજાના,
તનથી ભેળાં સદા લાગે ,મનથી જૂદા છે;
ખેલ પ્રકૃતિનો ગજબ છે, ગુણોના બંધને,
આનંદ અંતરંગ ને, બહિરંગ મન જૂદા છે;
સનમ છે ખૂદા , નમીને દિલ થી જાણો ને,
નમન છે આનંદ , મનભેદ થી તો જૂદા છે,
=========================