મુંઝાય છે મન કદી , રૂંધાય છે મન કદી,
ઘડીક અહીં ઘડીક તહીં, હોય મન કદી;
ખેલ રચ્યો છે ખરેખર,સંકલ્પ વિકલ્પનો,
આશા તૃષ્ણા અબઘડી, હોય મન કદી;
ફોગટ ફેરા તો નથી, સંકલ્પો પામે ઘણું,
અનેક ઘણું વિસ્તારમાં, હોય મન કદી;
ભ્રમર ખેલતો ફુલો સંગે, ગ્રહી લેવા સાર,
સુખદુઃખની સંભાવના માં ,હોય મન કદી;
આનંદ અદ્વૈત અનુભૂતિ, નીજ સ્વરૂપ માં,
મનોલય પામી શૂન્યતા માં, હોય મન કદી;