પામી લેવું જોઈએ, કશુંક ખ્યાલ છે,
ખોવાઈ જાય છે એ, કશુંક ખ્યાલ છે;
દર દમ શ્વસીને, લઈએ છે, વિચારોને,
ઉચ્છવાસે પ્રતિભાવો, કશુંક ખ્યાલ છે,
સ્વાર્થ વિનાનો કદમ ક્યાંયના ઉઠી શકે,
ઉઠી જતી જીંદગીએ. ,કશુંક ખ્યાલ છે,
સ્વપ્નશીલતા જેવું, ભાસતું હકીકતમાં,
જાગૃતિ જગતની પણ, કશુંક ખ્યાલ છે,
આનંદ બેહદની,મસ્તીમાં સરાબોર છે ને,
હદની દુનિયા દારી મા , કશુંક ખ્યાલ છે;