કેટલીકવાર પહેલા સવારના કિરણો જેવી છે. તો કેટલીકવાર અંધારામાં અજવાળા જેવી છે. કેટલીકવાર કાંટાળીકેડીમાં ફૂલો જેવી છે. તો કેટલીકવાર હારું કંટાળું છું ત્યારે સખી જેવી છે. કેટલીકવાર મારી ભૂલો પર મને બોલે છે. તો કેટલીકવાર બોલ્યા પછી પ્યારથી મનાવે છે. કેટલીકવાર ડર સામે હાથ પકડી લડતા શીખવાડે છે. તો કેટલીકવાર તારામાં જ મને આંખી દુનિયા દેખાય છે. કેટલીવાર હું દુનિયાદારીમાં ગુંચવાઉ છું. તો સમજણના પાઠ બની જાય છે. કેટલીકવાર હું સ્વપ્ના પુરા કરવા માથું છું તો આશીર્વાદ સાથે ઉભી રહે છે. તો પરીથી ય સુંદર પરી મારી મારી મા છે. કેટલીકવાર એવું થાય શુ લખુ હું તારા વિશે, તો હું જયારે છલ્લો શ્વાસ લઉં એક જ નામ લઉં..."મા"..."મા"...
✍️કોમલસુથાર