મમતા માતની
અરજ કરું છું હું,,, સાંભળજે શામળા,,, છીનવજે ના મમતા માતની...
ખોળા ખુંદીયા'તા, હેતે ખેલાવતા,,, નિઃસ્વાર્થ હતી એ મમતા માતની...
અરજ કરૂં છું હું,,, સાંભળજે શામળા,,, છીનવજે ના મમતા માતની...
ઉપકાર કીધા ઘણા,,, છુપાવ્યા જાતના શમણા,,, વળતર ના માગે મમતા માતની...
ફરીયા દુનિયા આખી, આરામ ના પામીયા,,, સાંભરે છે મમતા માતની...
અરજ કરૂં છું હું,,, સાંભળજે શામળા,,, છીનવજે ના મમતા માતની...
ધનના ઠગલા કર્યા, સ્નેહ નવ ક્યાંય જડીયા,,, યાદ આવી છે મમતા માતની...
અરજ કરૂં હું,,, સાંભળજે શામળા,,, છીનવજે ના મમતા માતની...
તેજલ વઘાસીયા (ઉમરાળી, જૂનાગઢ)
૧૦/૦૫/૨૦૨૦ રવિવાર
૧૦:૨૦ am
#સાંભળવુ