શ્રીગણેશને બુદ્ધિ અને વિદ્યાના દેવતા માનવામાં આવે છે. જીવનના વિઘ્ન અને બાધાને દૂર કરવા માટે શ્રી ગણેશ ઉપાસના ખૂબ શુભ માનવામાં આવે છે. આ માટે હિંદુ ધર્મમાં મંગળ કાર્ય શરુ કરતા પહેલા સૌથી પહેલા ભગવાન ગણેશની ઉપાસના કરવાની પરંપરા છે. માનવામાં આવે છે કે ગણેશ સ્મરણથી મળેલી બુદ્ધિ અને વિવેકથી કોઈ પણ વ્યક્તિ અપાર સુધ, ધન અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે છે.
ધર્મશાસ્ત્રોમાં ભગવાન શ્રીગણેશના મંગળમય ચરિત્ર, ગુણ, સ્વરુપ અને અવતારનું વર્ણન કરવામાં આવે છે. ભગવાનને અતિદેવ માનીને પરબ્રહ્મના જ એક રુપ માનવામાં આવે છે. આ જ કારણે તેમને અલગ અલગ યુગોમાં પણ મહાન માનવામાં આવે છે. શ્રી ગણેશના અવતારોને જગતમાંથી કષ્ટનાયક માનવામાં આવે છે. આ કડીમાં શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે એ પ્રમામે ભગવાન શ્રી ગણેશના 32 મંગળકારી સ્વરુપ માનવામાં આવે છે.
श्री बाल गणपति – છ ભુજાઓ અને લાલ રંગનું શરીર.
श्री तरुण गणपति – આઠ ભુજાઓવાળુ રક્તવર્ણ શરીર.
श्री भक्त गणपति – ચાર ભુજાઓવાળુ સફેદ રંગનું શરીર
श्री वीर गणपति – દસ ભુજાઓવાળુ રક્તવર્ણ શરીર
श्री शक्ति गणपति – ચાર ભુજાઓવાળુ સિંદૂરી રંગનું શરીર.
श्री द्विज गणपति – ચાર ભુજાધારી શુભ્રવર્ણ શરીર.
श्री सिद्धि गणपति – છ ભુજાધારી પિંગલ વર્ણ શરીર.
श्री विघ्न गणपति – દસ ભુજાધારી સોનેરી શરીર.
श्री उच्चिष्ठ गणपति – ચાર ભુજાધારી વાદળી રંગનું શરીર.
श्री हेरम्भ गणपति – આઠ ભુજાધારી ગૌરવર્ણ શરીર.
श्री उद्ध गणपति – છ ભુજાધારી કનક અર્થાત્ સોનાના રંગનું શરીર.
श्री क्षिप्र गणपति – છ ભુજાધારી રક્તવર્ણ શરીર.
श्री लक्ष्मी गणपति – આઠ ભુજાધારી ગૌરવર્ણ શરીર.
श्री विजय गणपति – ચાર ભુજાધારી રક્તવર્ણ શરીર.
श्री महागणपति – આઠ ભુજાધારી રક્તવર્ણ શરીર.
श्री नृत्त गणपति – છ ભુજાધારી રક્તવર્ણ શરીર.
श्री एकाक्षर गणपति – ચાર ભુજાધારી રક્તવર્ણ શરીર.
श्री हरिद्रा गणपति – છ ભુજાધારી પીળા રંગનનું શરીર.
श्री त्र्यैक्ष गणपति – સોનેરી શરીર, ત્રણ નેત્રોવાળા ચાર ભુજાધારી.
श्री वर गणपति – છ ભુજાધારી રક્તવર્ણ શરીર.
श्री ढुण्डि गणपति – ચાર ભુજાધારી રક્તવર્ણી શરીર.
श्री क्षिप्र प्रसाद गणपति – છ ભુજાધારી રક્તવર્ણી, ત્રિનેત્રધારી.
श्री ऋण मोचन गणपति – ચાર ભુજાધારી લાલવસ્ત્ર ધારી.
श्री एकदन्त गणपति – છ ભુજાધારી શ્યામવર્ણ શરીરધારી.
श्री सृष्टि गणपति – ચાર ભુજાધારી, ભુષક ઉપર સવાર રક્તવર્ણ શરીરધારી.
श्री द्विमुख गणपति – પીળા વર્ણના ચાર ભુજાધારી અને બે મુખવાળા.
श्री उद्दण्ड गणपति – બાર ભુજાધારી રક્તવર્ણી શરીરવાળા, હાથમાં કુમુદીની અને અમૃત પાત્ર હોય છે.
श्री दुर्गा गणपति – આઠ ભુજાધારી રક્તવર્ણ અને લાલ વસ્ત્ર પહેરેલ.
श्री त्रिमुख गणपति – ત્રણ મુખ ધારી છ ભુજાધારી રક્તવર્ણ શરીરધારી.
श्री योग गणपति – યોહમુગ્રામાં વિરાજિત, વાદળી વસ્ત્ર પહેરી, ચાર ભુજાધારી.
श्री सिंह गणपति – શ્વેત વર્ણી આઠ ભુજાધારી, સિંહના મુખ અને હાથીની સૂંઠવાળા.
श्री संकष्ट हरण गणपति – ચાર ભુજાધારી, રક્તવર્ણી શરીર, હીરાજડીત મુગુટ પહેરેલા.