વધતી વયની સાથે થોડું વ્હાલ પણ વધ્યું...
એક-મેકથી આપણ થોડા વધારે નજીક આવ્યા.
વધતી વયની સાથે....
થોડી કરચલીઓ પણ પડશે શરીર ઉપર...
વધતી વયની સાથે થોડો ચહેરો પણ બદલાશે
થોડું રૂપ પણ ઓછું થશે,
આપણે તૈયાર રહેવું પડશે તેને સ્વીકારવા...!!
સંતાનો હવે મોટા થયા છે...
તેઓ પણ પડ્યા છે તેમની પ્રવૃત્તિમાં..
સંતાનો આપણને ખૂબ ચાહે છે.
આપણે પણ તેમને ખૂબજ પ્રેમ કરીએ છીએ.
હવે તેમની જવાબદારીમાંથી મુક્ત છીએ.
આપણાંથી બનતું બધું જ કર્યું આપણે
હવે, ફક્ત હું અને તું જ છીએ
એક-મેકની સાથે બેસવા ને વાતો કરવા
અને ત્રીજો આ હિંચકો,
જે આપણાં સાથની સાબિતી છે.
આપણું આ ઘર પંખીનો માળો
જેમ માળમાંથી બચ્ચાં મોટા થાય ને ઉડી જાય..!
તેમ આપણાંય બાળકો આપણને
છોડીને ચાલ્યા જશે.
આપણે તૈયાર રહેવું પડશે તેને સ્વીકારવા
છલ્લે તો હું અને તું બે જ હોઇશું અને
સાથે હશે આ વધતી વયનું વ્હાલ
એક-મેકનો હાથ પકડી આ હીંચકા ઉપર ઝૂલવા..
Jasmin
#વધવું