આગળ વધો પણ આંધળી દોટ ના મૂકો
સગુણાબહેન રોયલ ક્લબમાં સહેલીઓ સાથે પત્તાં રમતા હતા. ત્યાં ક્લબ ના મેનેજરે તેને કોડલેશ ફોન આપતાં કહ્યું કે બહેન તમારો ફોન છે.ફોન પોલીસ ઈનસ્પેક્ટર નો હતો તે તો ફોન ની વિગત સાભળી ને ત્યાં જ બેભાન થઈ ગયા. તેમની સખી એ ફોન માં ઈનસ્પેક્ટર સાથે વાત કરી ને વિગત જાણી. ઈનસ્પેક્ટર ના કહેવા પ્રમાણે સગુણાબહેન ની દિકરી નો એકસિડન્ટ થયો છે અને એનું સ્થળ પર મૃત્યુ થયું છે. આવીને લાશની ઓળખ કરી લ્યો જેથી આગળની કાર્યવાહી થાય. એકસિડન્ટ બહુજ ખરાબ રીતે થયો હતો. ગાડીનો આગલો ભાગ ઝાડ ના થડ સાથે અથડાઈ ને સાવ ચપટો થઈ ગયો હતો અને સ્ટીઅરીગ આખુ તેના પેટ મા ઘુસી ગયું હતું. આવું ભયંકર દૃશ્ય જોઈને ભલભલા બેભાન થઇ જાય.સગુણાબહેન તો પોતાની દિકરી ની આવી હાલત જોઈને પાછા બેભાન થઈ ગયા.ઈનસ્પેક્ટરે ધ્વનિ ના પિતા ને પાછો ફોન લગાડ્યો. લગભગ અડધી કલાક પછી સમીર ભાઈને ફોન લાગ્યો. ઈનસ્પેક્ટરે સમીર ભાઈને કહ્યું તમારી દિકરી નુ કાર એકસિડન્ટ મા મૃત્યુ થયું છે તમે જલ્દી આવો.
ઈનસ્પેક્ટરે પંચનામું કરી લાશને પોસમાટૅમ માટે મોકલી આપી. થોડી વાર પછી સગુણાબહેન ભાનમાં આવ્યા ત્યારે ઈનસ્પેક્ટરે તેમને કહ્યું કે બેન મે તમને કેટલા ફોન કર્યા પણ તમે ફોન રિસિવ કર્યો જ નહીં આથી ઘરે થી ફોન નં લઈને ક્લબમાં ફોન લગાડ્યો. તમે પત્તા રમવા માં બિઝી હતા અને સમીર ભાઈ મિટિંગમાં બિઝી હતા. કેવા માબાપ છો. અડધી રાત્રે દિકરી બારે હોય તો પણ તમે આટલા નિશ્ચિંત થઈ ને રહો બહુ કહેવાય.
સમીરભાઈને સમાચાર મળ્યા ત્યારે તે દિલ્હીમાં હતા
તરત ફ્લાઇટ ની ટિકિટ લઈ મુબઇ આવવા રવાના થઈ ગયા. ફ્લાઇટમાં બેઠા બઠા તે ભૂતકાળમાં સરી પડ્યા. . એ બિઝનેસ આગળ વધારવા માં એટલો બધો ખુપી ગયો કે ઘરના પ્રત્યે સાવ બેખબર થઈ ગયો તેની આંખો માં થી દડદડ આસુ વહેવા લાગયા.
ઈનસ્પેક્ટર ની વાત સગુણાબહેન ને હૈયાસોસરવી નિકળી ગઈ. સાચીજ વાત છે ધ્વનિ ને . જતાંબનાવી રાખતી. દર રવિવારે તેને બગીચામાં લઈ તેને હિચકા ખાતા લપસિયા ખાતા જોઈને અમે હરખાતા. પણ જેમ જેમ ઘરમાં પૈસા ની આવક વધતી ગઈ તેમ તેમ સબંધો માં દુરી વધતી ગઈ.માની જગ્યા નોકર ચાકરોએ સંભાળી લીધી. અને માં કીટી પાર્ટી માં અને જુદી જુદી ક્લબોમા બિઝી થઈ ગઈ.જુવાની માં પગ માંડતી દિકરી ને માની જરૂર હોય ત્યારે તેને શિખામણ ના બે શબ્દોની જગ્યાએ ઉડવા માટે ખુલ્લુ આકાશ આપી દીધું તે શું ભણે છે ક્યાં જાય છે ક્યારે જાય છે ક્યારે આવે છે. તેની ક્યારેય તપાસ નથી કરી. માં બાપની ખોટ પૈસા વાપરવા આપીને પુરી કરી દેતાં.
સમીરભાઈ ઘરે પહોંચ્યા ત્યાં પોસમાટૅમના રિપોર્ટ પણ આવી ગયો
તેનું ધ્યાન પી. એમ. ના રિપોર્ટ ઉપર ગયું તેણે રિપોર્ટ વાચ્યો તો તેમાં લખ્યું હતું વધુ પડતાં આલ્કોહોલ ના પ્રમાણને લીધે ગાડી ઊપરનો કાબુ ગુમાવી દેવાને હિસાબે એકસિડન્ટ થયો છે અને સ્ટીઅરીગ પેટ માં ઘુસી ગયેલ છે. સમીર ભાઈ તો પાછા રોવા લાગ્યા.અને બબડવા લાગ્યાં કે અમે જ અમારી દિકરી ના ખુની છીએ. અમારી તેના પ્રત્યેની બેફિકરાય જ તેના મોત નુ કારણ બની.
બંગલો ને બીજું બધું વેચી ને અનાથ આશ્રમ મા દાન માં દઈ દીધું અને બંને જણાએ ભક્તિ માર્ગે શાંતિ ની શોધ માં નીકળી પડ્યા.
સમાપ્ત
#વધવું