હંમેશા ચેહરાઓ શોધીએ, ચેહરા દેખી અંદાજ લગાવીએ, જો ચેહરાની જગ્યાએ રદય ને જોઈ શક્તાં હોઈએ તો? તો કદાચ ભુલની ગુજાઈશ કોઈને ના રહોત જેવાને તેવા મળી જાય, પણ જોયું મે પાખંડી લોકો ભોળા લોકોનેજ શોધે, અને પોતે ખુદ ભોળા નો દેખાવ કરી સામેલા ભોળા ભાળાને છેતરી ને ભોળપણનો ફાયદો ઉઠાવે. અરે દરેક જગ્યાએ આવું જોવા મળે છે, કાંઈ ખરીદી કરવાં જઈએ ત્યારે વેપારી ગ્રાહકને કે ગ્રાહક વેપારીને, બસ સ્ટેશન રેલ્વેસ્ટેશન, મંદીર કે ગમેતે જગ્યાએ આપણને ભોળવનાર મળી જાય, ભીક્ષુક રુપે કે જ્યોતિષ રુપે કે પછી બીજી કોઈ રીતે, અને ભક્તો પણ ભગવાનને છેતરતા હોય, એ ભગવાન આમ કે મારું આ કામ કરીદેજે તને આટલી ભેટ કે પ્રસાદી ચડાવીશ અને પ્રસાદી નામ ભગવાનનું, ભગવાનને ભાવ માત્ર ધરે ખાય પોતે...
અને પુરુષ સ્ત્રીને અને સ્ત્રી પુરુષને પણ છેતરવા આવું કયા નથી કરતાં???
કયારેય કોઈએ પોતાના સારા ગુણો છુપાવી દુરગુણો બીજાને બતાવ્યાં હોય પોતાની ખામીઓ કોઈને કહી હોય તો કહો? અને બીજાના દુરગુણો શોધવામાં તો અવ્વલ નંબર...હે ભગવાન પછી શું થવાનું આ સંસારનું,
Raajhemant