સાચો પ્રેમ અને લગાવ ઈશ્વર થી રાખશો તો કયારેય દુખી નહી થાઓ , તમારી આશાઓ અભિલાષાઓ શું છે???
ધન દોલત શુખ સમૃધ્ધિ સાથી વૈભવ સા માટે ફક્ત આનંદ અને પ્રમોદ એટલે કે દુખ અને તકલીફો દુર કરવા કે દુખ જીવન માં ન આવે તે માટે, તમે જે બધું ઈશ્વર પાસે અલગ અલગ રીતે માગો છો અને મન ને આશા તૃષ્ણા લાલચ લોભ ક્રોધ ભય ઈર્ષા કામ પાછળ ભટકાવો છો...
પણ સંપુર્ણ સ્વરુપ કે જેમાં સંપુર્ણ વીશ્વ સમાયેલ છે અને સંપુર્ણ પુરસોતમ તે તો આદી આનાદી ઈશ્વર પોતે છે, તમારી સામે જે છે તેને ખુદને માંગવા કે તેને ભજવા કરતાં તેનેજ જીવનનો આધાર કે જીવનની પુંજી માનવા કરતાં મન બીજી કામના ઈચ્છાઓમાં ભટકાવશો તો શું પામશો? કદાચ પામશો તો ક્ષણીક અને નાશવંત છે તે,ફરી એ પંક્તિઓ મન મરે માયા મરે મર જાવે શરીર આશા તૃષ્ણા ના મરે કહ ગયે દાસ કબીર, તમારી આશા તૃષ્ણા કયારેય નહી મરે, કંઇક ને કંઈક નીત નવીન માયા ને વશ થઈ માંગ્યા કે ચાહ્યા જ કરશો, નહી લાલચ મટે નહી આશા અને નહી મનને શાંતી મળે અને ચાહના નહી મટે તો પછી મુક્તિ કયાથી મળવાની, માટે એકજ આશ રદયમાં રાખો જેની પાસે માંગવા જેના દરબારમાં જાઓ છો, અને જેની પાસે બધુંજ છે એને ખુદને ચાહો અને એની ચાહના કરો, એક કડી બીજી જોડું..મારું આયખું ખુટે જે ધડીએ....છે અરજી તમને નાથ એટલી મારા અંત સમયે તું પધારજે...મારા મૃત્યુને તું શુધારજે, બીજી એક કડી...મને તેડા રે યમ કેરા કદી ના આવે મારો નાથ આવે..
નરસિંહ મહેતા ની હુંડી તો કદાચ સાંભળી હશે...તો આ પણ જાણતાં હશો કે તે પ્રભું પ્રેમમાં એટલા તે ખોવાયા કે અત્ર તત્ર સર્વત્ર કાનુડાને નિહાળતા , લોકો તેમને પાગલ કહેતા પણ કોઈ એક વ્યકતીએ કહેલ કયા છે કાનુડો આતો ગાડો થયો છે ..અમને તો કયાય નથી દેખાતો તું ખોટો ઢોંગ કરે છે એમ કરી નરસિંહ મહેતા ને સ્પર્શ કર્યો તો તેમને પણ શ્રી કૃષ્ણ દેખાયા અને સ્પર્શ છુટયો તો કાઈ નહી. ...ફ્ક્ત સાધું સંત ની સોબતથી ભગવંત મળે છે તો તેમને ભજવાથી તો બેડો પાર થાય..પણ નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ, લગની તેને અને માત્ર તેને પામવાની હોવી જોઈએ, નહીતર રાક્ષશી માયા જેમ તપ કરી વરદાન માંગી શક્તિઓ માગસો તો આશુરી શક્તીઓ તમારો જડમૂળથી નાશ કરશે...પણ સેવા પુજા જપ તપ બસ પ્રભું ને પામવાં તો કલ્યાણ થશે, અરે નિસ્વાર્થ ભાવે માનવ સેવા પશું પક્ષીઓ ની સેવા કે પછી નીત્યકર્મ દીનચર્યા કરી સવાર સાજ પ્રભું નું નામ લેશો તો પણ કલ્યાણ થશે.
અરે યાર કાંઈ માંગો કે આશ રાખો તો મોટી રાખો...જેથી આખું આયખું શુધરે...
જય ગુરૂદેવ.⚜🕉🔔💐
Raajhemant