ઋણી થવાને માટે પ્રભુ ધરતી પર નહિ આવે,
લડશે યોદ્ધાઓ હવે ને લેવા યમ નહિ આવે.
હવે તો છેટે છેટા રહીને કોરોનાનેં પતાવી નાખો,
ખુદા ખુદ લાકડી લઈ મારવા નહિ આવે.
આ સ્વાર્થીલું જીવન જીવવાનું છોડ માણસ નહિતર,
વિકસાવેલી તકનીકો તારી કઈ કામ નહિ આવે.
ભૂલીને અધર્મ ઉઠાવ કદમ ધરમનાં મારગ પર,
લઈ રિશ્વત જરા ઈશ્વરની છૂટ નહિ આવે.
જાણી લે તું કે આટલું સમજાવું સ્નેહને ખાતર,
વિનાશ કરતાં તારો મને દયા નહિ આવે.