Gujarati Quote in Poem by Dr.Divya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તને બસ આમ જ જોવા સિવાય હું કરી પણ શું શકું છું ??
તને બસ આમજ ચાહવા સિવાય હું કરી પણ શું શકું છું ??

મારી આંખ માં જ મને ખાલી રણ દેખાય છે ....
અને એ રણ નું તું મૃગજલ......
એ રણ માં ભમવા સિવાય હું કરી પણ શું શકું છું ??

ખબર છે તારું કોઈ અસ્તિત્વ નથી એ મૃગજલ માં....
તો પણ એ મૃગજળ ની પાસે જવાના વ્યર્થ પ્રયાસ સિવાય હું કરી પણ શું શકું છું ??

જેમ ચાતક તરસે છે વરસાદ ની પહેલી બુંદ ને
એમજ તારી માટે તરસતી આ જિંદગી માં હું રાહ જોવા સિવાય બીજું કરી પણ શું શકું છું ....

Dr.Divya

Gujarati Poem by Dr.Divya : 111423232
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now