એક ચહેરો...
એક ચહેરો મેં હસતો જોયો છે..
મનના મહેલે મેં વસતો જોયો છે...
હિમાલય જેવો સ્થિર અડગ પાછો..
તારા સ્પર્શથી ખસતો જોયો છે...
સામે આવીશું અમે એ વિચારથી..
મરક મરક મરકતો જોયો છે...
આંખોથી જ આલિંગન ઝંખતો..
ને આંખ મળતા એ ઝુકતો જોયો છે...
તમે ચાલીને આવ્યા હતા જે ડગર..
જગતમાં રાહ જોતો રસ્તો જોયો છે...
#ચહેરો