#ચહેરો
આજે પણ રમું છું થપ્પો- દાવ દિલ ની સાથે,
મારુ આ દિલ છુપ્પાય છે ક્યાંક અને હું શોધું છું ક્યાંક.
આ મોટા મોટા નિયમો અને નાની નાની ઈચ્છાઓ,
જાણે સોના ના પાંજરા નું પક્ષી.
આ નદી માંગે સાગર પણ દુનિયા બાંધે પાડ,
હું માંગુ મૈદાન, પણ દુનિયા આપે વાડ.
આ બંધ ઘૂંઘટ માં ચહેરા ને ચડ્યો છે હેલ્લારો,
મળે કોઈ ઢોલી મને ,તો એનો માનુ પાડ.
- Mahek Parwani