મતલબી દુનિયા ના આ મેળામાં
તે મારા ચહેરા ના ભાવ વાંચી લીધા
દુનિયા જાણે કે ન જાણે શું ફરક પડવાનો
ચહેરા પર મોરુ પે'રી ફરતા લોકો વચ્ચે
મારી આંખોના અજંપા ને નિહાળી લીધો
દુનિયા જાણે કે ન જાણે શું ફરક પડવાનો
વાક બાણોથી વીંધતા લોકોની વચ્ચેથી
મારા હોઠો ના ફફડાટને વાંચી લીધો
દુનિયા જાણે કે ન જાણે શું ફરક પડવાનો
પહાડો અને મેદાનો માથી પસાર થતી નદી
અફાટ સાગરની હૂફ માં પોતાને સમાવી દે
દુનિયા જાણે કે ન જાણે શું ફરક પડવાનો.
#ચહેરો