:::::::::::::::::::::::::: #અનુભવવું :::::::::::::::::::::::::::
તુજ આવવાના એ એંધાણ ને,
મુજનું એ સાંભળી અનુભવવું.
તુજ પ્રીત કેરા એજ બાણ ને,
મુજ હૈયે વાગ્યાનું અનુભવવું.
તુજ સંગ જોયેલા સપના ને,
મુજ આંખોથી એ અનુભવવું.
તુજ સંગ વીતેલી એ યાદો ને,
મુજ મસ્તિષ્કમાં અનુભવવું.
તુજ સંગ વિતાવેલ પળો ને,
મુજ યાદોમાં એ અનુભવવું.
તુજનું પાછા વળી ના જોવું ને,
મૂજનું એકલતા એ અનુભવવું.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
લી:- રુદ્ર રાજ સિંહ
તા:- ૦૪/૦૪/૨૦૨૦
સમય:- ૧૨.૩૯
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::