શ્રી ગણેશ નમઃ
શ્રી રાધા કૃષ્ણ સંવાદ - એક સાંજ તમારે નામ
શ્રી રાધા જી ઝૂલા ઉપર બિરાજમાન છે અને શ્રી કૃષ્ણ એમને ઝૂલા ઝુલાવી રહ્યા છે.
રાધા :- હે કાન્હા, તું પણ અહી મારી સાથે આવી ને બેસ ને.
કૃષ્ણ :- જેવી ઈચ્છા. એમ કહીને શ્રી કૃષ્ણ રાધાજી ની બાજુ માં બેસી ને બંસરી વગાડે છે.
રાધા:- કાન્હા, આ સૂરીલી બંસરી મને અહી ખેંચી
લાવે છે અને તારા પ્રેમ માં હું ફરી ફરી ને તને
મળવા અહી આવું છું.
કૃષ્ણ:- હે રાધે, આ પ્રેમ શું છે?
રાધા:- પ્રેમ એક અવિસ્મરણીય અનુભૂતિ છે. અંતર ની લાગણી છે. સ્નેહ ની અભિવ્યક્તિ એટલે પ્રેમ. જ્યારે આંખ બંધ કરું અને બસ તારી જ યાદ. તું સાથે હોય ત્યારે સુખની અનુભૂતિ અને તું દૂર હોય ત્યારે વિરહ ની વેદના.બસ મારી દરેક શ્વાસે એક તમારું જચિંતન.ભીતરનો અવાજ છે,જીવનના દરેક સુંદર અનૂભુતિનો આસ્વાદ કરાવતું અમીઝરણું છે.પ્રેમ એટલે દિલો-દિમાગમાં ઉઠતા આનંદનો ભાવ.
કૃષ્ણ:- શું પ્રેમ માં વિરહ ની વેદના હોય?
રાધા:- કાન્હા, વિરહ એટલે મિલન પહેલાની ક્ષણ.
અને આથી જ વિરહ ની વેદના પણ મીઠી
જ હોય.
શ્રી રાધાજી આકાશ તરફ અંગુલી નિર્દેશ કરી શ્રી કૃષ્ણ ને આકાશ માં સર્જાયેલ મેઘ ધનુષ બતાવે છે.
રાધા:- પ્રેમ એટલે મેઘ ધનુષ ના રંગ. પ્રત્યેક રંગ
આપણા પ્રેમ ને દર્શાવે છે.
જાંબલી :- પહેલી જ નજરે જોતા થયેલો આપણા
પ્રેમ નો આ રંગ
નારંગી :- સૂર્યોદય થતાં પૃથ્વી પર પડતી પહેલી
કિરણ આપણા પ્રેમ નો જે રંગ લઈ ને
આવે તે.
વાદળી :- જેમ આકાશ અનંત છે એમ જ આપણા અનંત પ્રેમ નો સાક્ષી પૂરતો આ રંગ એ જ વાદળી રંગ.
લીલો :- પ્રકૃતિ નાં પ્રતીક સમો. આપણા પ્રેમ માં
વસંત ની બહાર લઈ ને સપનાં સણગાર તો આ રંગ
પીળો :- હે કાન્હા, તારા પીતામ્બર નો રંગ.
નીલો :- વૃંદાવન માં નીલા ફૂલો ની રમેલી હોળી
લાલ:- નિસ્વાર્થ પ્રેમ નો પ્રતીક.
શ્રી કૃષ્ણ તો રાધા રાની જી ની આ વાતો માં મગ્ન થઈ ને બંસરી ના સૂર રેલવે છે અને શ્રી રાધાજી શ્રી કૃષ્ણ ના સથવારે એ સુરો માં એકરૂપ થાય છે.
રાધા અને કૃષ્ણ સમજો તો એક અને નાં સમજાય તો બે અલગ સ્વરૂપ. રાધા નાં અંતર ની ઉજાસ છે શ્રી ક્રિષ્ના.
જય શ્રી રાધે ક્રિષ્ના.