#માન
કયાંક ન બોલ્યા માં નવગુણ છે,
તો ક્યાંક બોલે એના બોર વેહેચાય છે.
ક્યાંક માછલી કીડી ને ખાય છે,
ક્યાંક કીડી માછલી ને ખાય છે.
પ્રામાણિકતા ને પ્રમાણપત્ર અપાય છે,
ક્યાંક ભ્રશટાચાર ને પૂજાય છે.
ક્યાંક પથ્થર પૂજાય છે,
ક્યાંક પથ્થર ફેંકાય છે.
ક્યાંક પોતાના છે પરાયા,
ક્યાંક પરાયા છે પોતાના.
સમય- સમય ને છે માન,
સમય છે બળવાન.
- Mahek Parwani