અગત્યનું એ નથી કે લોકો તમારા માટે શું વિચારે છે,
તમને માન આપે છે કે નથી આપતા,પણ અગત્યનું એ છે કે તમારી સફળતા, નિષ્ફળતા, ભૂલો અને એજ ભૂલો સુધારી પોતાને વધારે સક્ષમ કરવાના પ્રયત્નો વિશે તમે પોતે શું વિચારો છો ? તમને...તમારાથી વધારે કોઈ નથી ઓળખતું, તે છતાં લોકોના તમારા વિશેના અભિપ્રાય, માન-અપમાન કેમ તમને વ્યથિત કરી જાય છે ?સૌથી સાચો અભિપ્રાય અને સ્પષ્ટ સંવાદ એ તમારો પોતાનો જ તમારી જાત સાથે હોઇ શકે, અને એટલે જ બીજાની વાતો સાંભળી ખુદનું મહત્વ ઓછું કરવા કરતાં, પોતાની ક્ષમતાઓ માટે પોતાને બિરદાવી, પોતાની જાતને માન આપી, આત્મવિશ્વાસ વધારતા રહેવો જરૂરી બની જાય છે.
Jasmin
#માન