#ભવ્ય
બસ થોડકી રહેમત બેરહમ છું માગું છું
પ્રેમ ભરેલી તારી એક નિગાહ ચાહું છું
જીવ્યો છું મન મુતાબિક, દુનિયા દારી માં
અંતરમનની દુઆ જ એક ચાહ ચાહું છું
ભટકી ભટકી , થાકી ગયો છું, સંસાર માં,
શરણાગતિ સ્વીકારી તને અથાહ ચાહું છું
મનની દ્વિધામાં , બહિર્મુખી વૃત્તિ ત્યજી
ફરિસ્તા જેવા લિબાસનો ,શાહ ચાહું છું
હું હું અજ્ઞાનમાં, બેવડ વળી જવાય અહીં,
તુંહી આનંદ જીવનમાં, વાહ વાહ ચાહું છું