સ્વપ્ન ખુબજ સુંદર હતું,
એનાં હાથ માં મારો હાથ હતો,
હોંઠ ખામોશ હતાં,
અમે આંખો થી વાતો કરતા હતાં,
નઝર જુકાવી, શરમાઈને,
એ જુકેલી નઝરે મને નિહાળતી હતી,
સ્પર્શ જ્યાં કર્યો મારી આંગળી એ, ગાલ ને એના,
એ લજામણી બની શરમાતી હતી,
ધીરે થી એ ઊંચું જોઈ,
એનાં હૃદય ની વાત કહેતી હતી,
તારાં વગર રહી નહીં સકું પ્રેમ,
મારું ભૂત, વર્તમાન, ને ભવિષ્ય તું જ છે,
વાત આવી એણે કહી હતી,
ગળે મળી મને, એની લાગણી ને વ્યક્ત એ કરતી હતી,
ખૈર એક સ્વપ્ન હતું,
પણ, "સ્વપ્ન ખુબજ સુંદર હતું"
Prem solanki