એની ગુજરાતી છે બોલી
મને લાગે એતો વ્હાલી
સોને મઢેલી એવી
એની દ્વારિકા છે નગરી
એનો ઠસ્સો બહુ ખાસ્સો
આનંદ અનેરો એનો જુસ્સો
કવીઓનું અહીં તો સાગર
ભરી લે તું પણ ગાગર
એના માણસો બહુ મીઠડા
સાકર ના જાણે ટુકડા
એની માતા છે ખમીરવંતા
એવા સિધ્ધરાજ બળવંતા
એવા નર્મદ નામે બંદા
સુરત ના છે સરબંદા
એવા ગાંધીની એ નગરી
અમદાવાદની રૂડી ડગરી
એનો પાટણ નો બહુ ભપકો
સોકાંકી વંશનો જોને લહેકો
રાણી કી વાવ ભમતી
બંધાવી જેણે ઉદયમતી
એવું ધોળકા નું તળાવ
મીનળદેવી નો દરબાર
ન્યાય જોવો હોય તો
તમે લઈલો એક મુલાકત
મકબરા ને મસ્જીદ અહીંની
એવા મુગલો ની મે'રબાની
એવું મોઢેરાનું મંદિર
સૂરજ નું છે આંગણ
પહેલી કિરણનું પ્રસરણ
એના ગર્ભમાં જ પગરણ
એના સૌરાષ્ટ્રની ધરા
સપૂત તો એના જબરા
સાવજ ના એ તો દીકરા
મનમોજી એ તો બેફિકરા
એવી ગિરની છે કેરી
મીઠો થાય ખાઈને વેરી
એવા દક્ષિણના છે દરિયા
એમાં સાગરખેડુ છે ખુમારીયા
ઉતરમાં વસતી દેવી
અંબા ને બહુચર એવી
નામ જો લેતી અબળા
દૂર કરતી દુઃખ સઘળા
એના કચ્છ ના કુમારો
સુખી ધરા ના આધારો
રણમાં જાણે ખીલે
એતો ગુલાબ સા દિલે
એવી તળપદી રે બોલી
ગુજરાતી મહામોલી
એવી ધન્ય ધરા ગુજરાતી
એવી ધન્ય ધરા ગુજરાતી
ભાવના જાદવ (ભાવુ)