જાણ્યો છતાં અજાણ્યો છે એ માણસ
એક ચેહરા પાછળ બહુ બહુરૂપો છે એ માણસ
સમય અને સંજોગો જોઇને રૂપો બદલે છે એ
કેટ કેટલા સ્વરૂપો ને સજાવે છે એ
મીઠી વાણી પાછળ છુપાવે એ હૃદય ની મલિનતા
મન ના વિશ્વાસ ને પળ માં જ ઠેસ પોહચાડે એ
કોઈ ના જાણે કયું સાચું કયું ખોટું રૂપ એ
હર એક રૂપ પાછળ ગુંચવાયો આ માણસ
Dr.Divya