હું તારા વિના રહી નથી શકતો,
એ વાત હું તને કહી નથી શકતો,
દિલ મારું તડપ્યાં કરે છે,
પણ હું દિલ ને સમજાવી નથી શકતો,
આંખો મારી રડ્યાં કરે છે,
પણ હું આંસુ ને રોકી નથી શકતો,
તારી યાદ માં જાગું છું આખી રાત,
હું રાતે ઊંઘી નથી શકતો,
દોસ્તી તારી દિલ સુધી આવી ગઈ,
પણ એ દોસ્તી ને હું પ્રેમ માં બદલી નથી શકતો,
રોજ એક સવાલ કરું છું હું ભગવાન ને,
કે કેમ મળાવ્યા આપણને, જો એ એક આપણને કરી નથી શકતો,
પ્રેમ સોલંકી ...