આજથી ઘણા વરસો પહેલા રાજકપુરની એક ફિલ્મ આવી હતી તેનુ નામ "મેરા નામ જોકર" હતું તેમાં રાજકપુરનો બાળપણનો રોલ જેને કર્યો હતો તે બાળકલાકાર હતા રીશીકપુર. જીહા, આ બીજુ કોઇ નહી પરંતું રાજકપુરનો બીજા નંબરનો છોકરો...એટલે રીશીકપુર.
ત્યાર પછી તેમને પહેલી ફિલ્મ મળી તે પણ રાજકપુર પોતે જ બનાવી હતી તેનું નામ બોબી હતું...
તેમાં રીશીકપુર, ડિમ્પલ કાપડિયા મુખ્ય કલાકાર હતા આ બંન્ને માટે પોતાની કેરિયરની પ્રથમ ફિલ્મ હતી જે સુપર હીટ સાબીત થઇ.
ત્યાર પછી તો રીશીકપુરે ધડાધડ ફિલ્મો શાઇન કરવા માંડી, જેમકે ખેલ ખેલ મેં, સાગર, અમર અકબર એન્થની, લૈલા મજનુ,બોલ રાધા બોલ, વગેરે.
આ દરેક ફિલ્મમાં નીતુસીંગ તેમની હિરોઇન હતી 1980 માં તેમને લવ મેરેજ કર્યા..લગ્ન પછી નીતુસીંગ પોતાના ઘર પરિવારમાં લાગી ગઇ જયારે રીશીકપુરે ફિલ્મનું કામ ચાલુ રાખ્યુ જે આજ સુધી ચાલુ જ હતું પણ તેને પણ ઇરફાન ખાનની જેમ કેન્સરે જીવ લઇ લીધો.
આ બંન્ને કલાકારની જીવનની છેલ્લી ક્ષણો બહુજ એક બીજાને મળતી આવેછે.
1) બંન્ને ફિલ્મ કલાકાર હતા, હા
2) બંન્નેને કેન્સર હતું, હા
3) બંન્ને સારવાર માટે એક વરસ પરદેશમાં ગયા હતા, હા
4) રીશીકપુર સારવાર માટે અમેરિકામાં હતા, હા
5) ઇરફાનખાન સારવાર માટે લંડનમાં હતા, હા
6) બંન્નેને આઇ સી યુ માં દાખલ કર્યા હતા, હા
7) એકની 29/4/20 મરણ તારીખ, હા
8) બીજાની 30/4/20 મરણ તારીખ, હા
વધુ કહું તો એક હિન્દુ ને એક મુસ્લિમ.
સદાય યાદ આવ્યા કરશે...