લાગણીના સેતુબંધ નજરથી નજર વચ્ચે લાગણીના સેતુ બંધાઈ ગયા નજર હતી મારી તમારા દિલ પર પણ, ખંજન તો ખંજરનુ કામ કરવા લાગ્યા તમારા ગાલ પર મારી નજર રોકાઈ ગઈ. દિલ સુધી સેતુબંધ થઈ જ જવાનો હતો ત્યાં, ક્રોધ અને નારાજગીની શીલા વચ્ચે આવી ગઈ. સ્નેહના સ્પર્શથી સેતુબંધને સ્થંભની રચના થઈ ગઈ. સાત વચનથી લાગણીઓના સેતુબંધને બધાની માન્યતા મળી ગઈ.